ગતાંકમાં ડૉ. ભારતી મોદીની દલીલો વાંચી, આજના સોપાનમાં અન્ય મહાનુભાવોના જોડણી વિષયક મંતવ્ય જાણીએ:
ડૉ. ઊર્મિ દેસાઈએ જણાવ્યું છે, “મારી દૃષ્ટિએ ગુજરાતી ભાષક દેશ્ય શબ્દોમાં અને જે રીતે તદ્-ભવીકરણ થયું હોય તે જ શબ્દોમાં એક પેટર્નનું પાલન કરતો હોય છે. એ પેટર્ન પ્રમાણે હ્સ્વદીર્ઘ સ્વરો બોલાતા હોય છે. હવે આ પેટર્ન, સિલેબિકેશન (આક્ષરિક્તા) ઉપર આધાર રાખે છે. માટે જ્યાં [...]
Author Archives: સ્થિતપ્રજ્ઞ
જોડણીની જાણકારી (૫)
ડૉ. ભારતી મોદીની દલીલો
ડૉ. ભારતી મોદીની દલીલો (ગતાંકથી ચાલુ)…
“બીજું, અંગ્રેજીના મધ્ય-નિમ્ન સ્વરો માટે ઍ ઑ લખવાથી કોઈ ખાસ બોજો પડે એમ હું સ્વીકારી શકતી નથી. અનેક અંગ્રેજી શબ્દોએ ગુજરાતીમાં સ્થાન જમાવી દીધું છે. એનો તત્સમ ઉચ્ચાર શક્ય હોય ત્યાંસુધી નિશાની વડે નિર્દેશવામાં મોટો ભાર પડતો નથી.
ત્રીજું, લિપિમાંથી ’subscript’, ’superscript’ની નિશાનીઓ બને તેટલી ઓછી કરી વ્યંજનો ’serial order’માં – [...]
લિપિ સુધારણાની ચર્ચા
જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?
ડૉ. દયાશંકર જોશીએ ગુજરાતી લિપિ સુધારણા માટે ચિંત્ય સૂચનો કર્યાં છે. તેમનાં સૂચનો સંક્ષેપમાં જોઈએ તો -
હ્સ્વદીર્ઘના ભેદ દૂર કરી ‘ઇ’ માટે દીર્ઘની અને ‘ઉ’ માટે હ્સ્વની નિશાની વાપરવી.
અંગ્રેજી શબ્દોના વિવૃત સ્વરો (open vowels, E, O) માટે વપરાતી ઊંધી માત્રાવાળી નિશાનીઓ (ઍ, ઑ) દૂર કરવી.
ગુજરાતી વ્યંજનોને એક આકારવાળા રાખવા અને [...]
સાર્થ જોડણીકોશ પછી…
જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?
સાર્થ જોડણીકોશ પ્રસિદ્ધ થયો, સર્વમાન્ય, સર્વસ્વીકૃત થયો પણ તે પછી શું થયું?
સાર્થ જોડણી કોશની પાંચમી આવૃત્તિ ઈ.સ. ૧૯૬૭માં પ્રસિદ્ધ થઈ હતી. એ પછી એની નવી આવૃત્તિ માટે સારો એવો સમય વીત્યો અને છેક ૧૯૯૫માં છઠ્ઠી આવૃત્તિ બહાર પડી પણ તે ૧૯૬૭ના સાર્થ જોડણી કોશનું પુનર્મુદ્રણ માત્ર હતું. તેમાં ૧૯૬૭ પછી પ્રવર્તમાન નવા [...]
જોડણીકોશનો ઈતિહાસ
જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?
સસ્નેહ અભિવાદન.
આ બ્લોગનો હેતુ જોડણીના ઝઘડાને સમજવાનો, નવા બ્લોગર બન્યા છે તેમને સમજાવવાનો અને બની શકે તો સમાધાન કરાવવાનો છે.
જોડણીના ઝઘડાને સમજતાં પહેલાં જોડણી કોશનો ઈતિહાસ જાણીએ. ઈ.સ. ૧૮૦૮માં ડ્રુમન્ડ નામના પાદરીએ ૪૬૮ ગુજરાતી શબ્દોનો અંગ્રેજી સમજૂતી આપતો સર્વપ્રથમ જોડણી કોશ પ્રસિદ્ધ કર્યો. ઈ.સ. ૧૮૭૩માં જેને ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યવસ્થિત કોશ કહેવાય [...]