ડૉ. ભારતી મોદીની દલીલો (ગતાંકથી ચાલુ)…
“બીજું, અંગ્રેજીના મધ્ય-નિમ્ન સ્વરો માટે ઍ ઑ લખવાથી કોઈ ખાસ બોજો પડે એમ હું સ્વીકારી શકતી નથી. અનેક અંગ્રેજી શબ્દોએ ગુજરાતીમાં સ્થાન જમાવી દીધું છે. એનો તત્સમ ઉચ્ચાર શક્ય હોય ત્યાંસુધી નિશાની વડે નિર્દેશવામાં મોટો ભાર પડતો નથી.
ત્રીજું, લિપિમાંથી ’subscript’, ’superscript’ની નિશાનીઓ બને તેટલી ઓછી કરી વ્યંજનો ’serial order’માં – એક પછી એક – લખાય તો તે ઘણું વ્યાવહારિક પગલું છે. અહીં પણ ધ્વનિસ્વરૂપની દૃષ્ટીએ ભાષાના ‘clusters’ (વર્ણગુચ્છ)નો ઊંડો અભ્યાસ કરવો હજી બાકી હોવાથી હું કોઈ અંતિમ નિર્ણય લેવાની તરફેણમાં નથી.”
ચોથું, સવાઈ સંસ્કૃત તો ગુજરાતીભાષી કે ગુજરાતી મૂળાક્ષરો બની શકે તેમ નથી. ડૉ. જોશીનાં કેટલાંક સૂછનો લખાણની – orthography ની – ત્રુટિઓ માટેનાં છે: જેવાં કે ‘ર’, ‘દ’નાં જુદાંજુદાં ચિહ્નો. મનસ્વીપણે ગમે ત્યાં સ-શ બોલવાથી આવતી અરાજકતા ટાળવા ડૉ. જોશી શુદ્ધ બોલનારાંઓને પણ આ ભેદ ન રાખવાનો દુરાગ્રહ સેવે તે સ્વીકાર્ય નથી.”
એમણે આગળ ઉમેર્યું છે: “ડો. જોશી જુદીજુદી બોલીઓની ખાસિયતો ટાંકે છે. આ બોલીભાષીઓને શુદ્ધ બોલતાં તકલીફ થાય છે માટે આવા ભેદ કાઢી નાખવા એમ જો એ સૂચવતા હોય તો ગુજરાતીઓની નિર્બળ મનોદશાનું મૂર્તિમંત ચિત્ર એમને અભિપ્રેત છે એવી ‘અ-સંસ્કૃત!!’ ગુજરાતીમાંથી મળે. બોલીઓ અને ’standard’, ‘formal’, ‘educated’ dialect વચ્ચેનો ભેદ દુનિયાની કોઈપણ urbanized (શહેરીકરણ કરેલ) ભાષાસ્થિતિમાં રહેવાનો જ. ક્યારેક તો diglossia જેવી સ્થિતિ પણ આવીને ઊભી રહે છે. છેલ્લે બે મહત્વના મુદ્દા જોઈએ. એમણે સૂચવેલી મૂળાક્ષર-પદ્ધતિ ઘણા મહત્વના ધ્વનિસ્વરૂપના મુદ્દાઓને ધ્યાનમાં લેતી નથી. સામાન્ય પણે લેખન પદ્ધતિ અને ઉચ્ચારણ સમાંતર રહે જ નહીં, કારણ ધ્વનિ-ઉચ્ચાર સતત બદલાતા રહે અને જુદીજુદી બોલીઓમાં પરિણમે; લેખનપદ્ધતિ સ્થિત રહે, staticity (સ્થિરતા) અને dynamicity (ક્રિયાશીલતા) ક્યારેય સમાંતર ન રહી શકે.
નાસિક્ય ઉચ્ચારો માટે આપણે અક્ષર ઉપર બિંદુ મૂકીએ છીએ પરંતુ જ્યાં સ્વર નાસિક્ય બને છે – જેમ કે, દાંત, અને જ્યાં નાસિક્ય વ્યંજન પછીના વ્યંજન સાથે આવતો હોય છે ત્યારે પણ આપણે આવું જ બિંદુ મૂકીએ છીએ – જેમ કે, દંત. આ બન્ને વચ્ચેનો તફાવત ધ્યાનમાં લીધો જ નથી.
આ સિવાય સ્વર વગરના વ્યંજન જો હલન્તની નિશાની વડે બતાવવાના હોય તો બધા જ વ્યંજનો, જેવા કે ‘ખુરશી’માંનો ‘ર’ અથવા ‘રામ’માંનો ‘મ’ પણ હલન્ત રાખવા પડે.(ખુર્-શી, રામ્ – એ રીતે). ઉપરાંત ડૉ. જોશીએ ‘ક્ષ’ અને ‘જ્ઞ’ જે દેખીતી રીતે જોડાક્ષરો જ છે તે કેમ એમ જ સાચવી રાખ્યા છે? બધા જ જોડાક્ષરો જે જે વ્યંજનોના જોડાણથી બન્યા છે તે સ્પષ્ટ કરવા જોઈએ.”
વધુ ચર્ચા હવે પછીના સોપાનમાં…
2 Comments
All one sided ..
હું માનુ છું કે, આપણે raama ને બદલે raam કે raamaa એવું બોલીએ છીએ. એ નીવારવું અત્યંત આવશ્યક છે. એમાં શહેરીકરણ કે દેહાતી જેવો કોઈ પ્રશ્ન નથી! એમાં સ્થાનીક પ્રજા અને અરેબીક આક્રમણખોરોની અસર એવા બે ભાગ છે.
વળી, અનુનાસીકોની બાબતમાં સહમત છું. જ્યાં નાકથી ઉચ્ચાર થયો હોય ત્યાં અનુસ્વાર અને દંત્ય કે તાલવ્ય અનુનાસીક હોય ત્યાં અડધો ‘ન’ કે ‘મ’ દર્શાવવા જોઈએ જેથી વાંચનારને કશું વીચારવું ના પડે. ઉંઝામાં આ સુધારાઓ હજી સ્વીકારાયા નથી.